વીરપુર પાસે કાગવડ ખાતે ખોડલધામ પ્રોજેક્ટ આકાર પામશે.
વીરપુર પાસે કાગવડ ખાતે ખોડલધામ પ્રોજેક્ટ આકાર પામશે. અનેક ધાર્મિક્સ્થળો, સંતોની જગ્યાઓને લીધે જાણીતા સૌરાષ્ટ્રમાં હવે ધાર્મિક અને સામાજિક ઉત્કર્ષ તથા ઉત્થાનના શિખર અને સીમાસ્તંભ સમાન ખોડલધામ નામનું એક વિરાટ સંકુલ રચાવા જઇ રહ્યું છે. ખોડલધામ સંકુલનો શિલાન્યાસ. વીરપુર-કાગવડ પાસે આ વિરાટ કાર્ય હાથ ધરાશે.
ખોડલધામ ફકત સમાજોત્કર્ષ માટે છે
ખોડલધામ ફકત સમાજોત્કર્ષ માટે છે કોઇ ઔપચારિક નિમંત્રણ,કોઇ કાર્ડ વગર પણ આવડીમોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે આજે શિલાવિધિ બાદ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે આ સંકુલનો ઉદ્દેશ માત્ર સમાજના સવાઁગી વિકાસનો જ છે અમે કોઇ રાજકીય મહેચ્છા લઇને આ પ્રોજેકટમાં આવ્યા નથી.તેમણે ખોડલધામના ઉદ્દેશો,સમાજની એકતા વિશે વશિદ છણાવટ કરી મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમાજને બિરદાવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર મા ખોડિયારના છબી, સંત ભોજલરામ, સરદાર વલ્લભભાઈ પટેલની છબી સાથે આબેહુબ ગામડાનું દ્રશ્ય ઉભ કરવામાં આવ્યું હતું
ખોડલધામને મળ્યું ગિનેસ બુકમાં સ્થાન ગિનિસબૂકમાં કોઇ જ્ઞાતિ નોંધાઇ હોય તેવી પ્રથમ ઘટના વિશ્વમાં વ્યાપેલા લેઉવા પટેલોએ સર્જ્યો વિશ્વવિક્રમ -
ગિનિસબૂકમાં કોઇ જ્ઞાતિ નોંધાઇ હોય તેવી પ્રથમ ઘટના - સુરતમાં પણ ખોડલધામ બનશે, કાગવડમાં માનવ સમુદ્રનો ઘૂઘવાટ - સંતો-બાપુઓ, રાજકીય, સામાજિક આગેવાનોની વિશાળ સંખ્યામાં હાજરી વીરપુર પાસે કાગવડ ગામના આંગણે ધર્મ અને વિદ્યાના સમન્વય સમાન ખોડલધામના શીલાપૂજનનો અવસર અનેક રીતે યાદગાર બની રહ્યો હતો પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વમાં વ્યા’ એવી આ મહાજાતિએ આજે વિશ્વવિક્રમ પણ સર્જ્યો છે.શીલાપૂજન સમયે જે સંખ્યા એકત્ર થઇ તેની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થઇ ગઇ છે અને એક સાથે એક જ સમયે હસ્તધૂનન કરનારાની સૌથી વધારે સંખ્યા આ ખોડલધામમાં થઇ છે તેવું આજે સત્તાવાર રીતે જાહેર થયું હતું.


free counters